જામનગર તા ૩, જામનગર જિલ્લાના જામજોધપુર ખાતે રહેતો અને દારૂનું વેંચાણ કરતા એક શખ્સને પોલીસે ઈંગ્લીશ દારૂના ૨૦ ચપટા સાથે ઝડપી લીધો છે. જ્યારે બે ના નામ ખુલતા બન્નેને ફરારી જાહેર કર્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ જામજોધપુરમાં ગીંગણી જકાતનાકા પાસે રબારીપા વિસ્તારમાં રહેતો રામાભાઈ નાથાભાઇ ભારાઈ નામના શખ્સની પોલીસે ઈંગ્લીશ દારૂના ૨૦ ચપટા સાથે ઝડપી લીધો છે. જ્યારે તેને દારૂ સપ્લાય કરનાર યોગેશ જીકાભાઇ વાઢેર અને અજય બાવાજીની સંડોવણી ખુલતા બન્ને શખ્સોને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.