જામજોધપુર ભાજપ મંત્રી પરેશ બકોરીનો આપઘાત

જામજોધપુર ભાજપ મંત્રી પરેશ બકોરીનો આપઘાત
ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું, કારણ અકબંધ, પોલીસ તપાસ શરૂ
જામજોધપુર શહેર ભાજપના મંત્રી પરેશ બકોરીએ આપઘાત કર્યો છે. તેમણે આજે સાંજે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
પ્રાથમિક માહિતી અનુસાર, પરેશ બકોરી ભારતીય જનતા પાર્ટીમાં શહેર મંત્રી તરીકે કાર્યરત હતા. તેમના આ પગલાથી રાજકીય વર્તુળોમાં શોક વ્યાપી ગયો છે.
આ ઘટનાની જાણ થતાં જ જામજોધપુર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
હાલ આપઘાતનું ચોક્કસ કારણ અકબંધ છે. પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે અને તપાસના અંતે જ સમગ્ર વિગતો સામે આવશે.
error: Content is protected !!